Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દહેગામ પોલીસે બાતમીના આધારે ધમીજની સીમમાં દરોડા પાડી તીનપતિનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડયા

દહેગામ:પોલીસે ઘમીજ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠાની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં સાત શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ મોબાઈલ અને બાઈક મળી ૪ર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ગાંધીનગરમાં શ્રાવણ મહિના બાદ પણ જુગારની પ્રવૃતિ અટકવાનું નામ લેતી નથી ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે ચાલતાં જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઘમીજ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી અલ્લારખા કાસમશા દિવાન, જાઉદ્દીન ગુલાબહુસૈન ચૌહાણ, જીકલ ગલુભાઈ સિપાઈ તમામ રહે. બહિયલ, અરૂણ મનજીભાઈ પટેલ રહે.૧૦૧ પંકજ સોસાયટી, દહેગામ, શકરાજી ડાહયાજી ઠાકોર અને અરવિંદજી હોથાજી ઠાકોર રહે. કનીપુર દહેગામ તેમજ દીપ્તેશ રમેશચંદ્ર બારોટ રહે.બારોટવાસ હરખજીના મુવાડાને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી ર૩ હજાર રૂપિયાની રોકડ, મોબાઈલ અને બાઈક મળી ૪ર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(5:27 pm IST)