Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

હવે GTUના વિદ્યાર્થીઓ 41 જેટલી ભાષાઓ શીખી શકશે :એશિયાની પહેલી યુનિ. બની

મોન્ડલી લેંગ્લેજ લર્નિંગ એપ્લિકેશન સાથે જીટીયુએ એમઓયુ સાઇન કર્યા

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) એ મોન્ડલી લેંગ્લેજ લર્નિંગ એપ્લિકેશન સાથે એમઓયુ સાઇન કરીને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું કદમ ઉઠાવ્યું છે. આ એક એવી એપ્લિકેશન છે કે જેની મદદથી 41 ભાષાઓ શિખી શકાય છે જે વિદેશી કંપનીની નોકરીમાં મદદરૂપ થાય છે.

જીટીયુની ગણના વિશ્વસ્તરે અગ્રગણ્ય યુનિવર્સિટીમાં કરવામાં આવે છે. ટેક્નિકલ, મેનેજમેન્ટ અને ફાર્મસી જેવી વિવિધ શાખામાં દરવર્ષે ગુજરાતમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં પ્રવેશ મેળવે છે. જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં નોકરી કરવા માટે પણ જતાં હોય છે. આ તમામ વિદ્યાર્થીઓ જે-તે દેશની માતૃભાષાને જાણી શકે. તે હેતુસર આગામી દિવસોમાં રોમાનિયાની મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશન ધરાવતાં અતી સ્ટુડિયોઝ સાથે જીટીયુ દ્વારા એમઓયુ કરવામાં આવશે.

મોન્ડલી સાથે એમઓયુ કરનાર જીટીયુ એશિયાની સૌપ્રથમ યુનિવર્સિટી હશે. આ બાબતે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, વિશ્વસ્તરે ટેક્નિકલ શિક્ષણમાં જીટીયુ એ અગ્રગણ્ય યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. દર વર્ષે રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં પ્રવેશ મેળવે છે તથા ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓ વિદેશની કંપનીમાં નોકરી મેળવતા હોય છે ત્યારે આ એપ્લિકેશન તેમને મદદરૂપ થશે.

(10:17 am IST)