Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નડિયાદ: મહેમદાવાદ પોલીસે સેવાદળ નજીકથી માંસનો જથ્થો ઝડપી પાડી બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

નડિયાદ:મહેમદાવાદ પોલીસે શહેરના સેવાદળ પાસેથી માંસનો જથ્થો ઝડપી પાડયો છે. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે બે વ્યક્તિઓ વિરુધ્દ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મહેમદાવાદ પોલીસે પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે શહેરના સેવાદળ વિસ્તાર પાસેથી એક રીક્ષામાં માંસનો જથ્થો પસાર થવાનો છે.જેથી બાતમી આધારે પોલીસ ટીમેે બાતમી આધારિત સ્થળે વોંચ ગોઠવી હતી.અને બાતમી આધારિત રીક્ષા પસાર થતા તેને રોકી તલાસી લેવામાં આવી હતી.તલાસી લેતા રીક્ષામાંથી  ૩૦ કિલો પશુ માંસ કિ.રૂા.૧૫૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.આ મૂદામાલ સાથે  ઇમરાનભાઇ મહમંદભાઇ મન્સુરી અને શહેનાઝબાનુ અનવરભાઇ ભઠીયારાની અટકાયત કરી હતી.પશુ માંસને એફ.એસ.એલમાં મોકલતા માંસ ભેસનુ હોવાનુ તપાસમાં બહાર આવ્યુ હતુ.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:03 pm IST)