Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વડોદરા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા મહિલાને કેરોસીન છાંટી જીવતી સળગાવી

પોલીસ કાફલો ઘટનાસ્થળે : મહિલા ગંભીર દાઝી જતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાઇ : બંને પક્ષો સામસામી ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યા

 

વડોદરાના કરાલી ગામે મહિલાને જીવત સળગાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે દાજી ગયેલી મહિલાને સારવાર માટે તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, બે જુથ વચ્ચે ધીંગાણુ થતા મહિલા પર કેરોસીન છાંટી તેને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ ડભોઈ પોલીસને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વડાદરાના કરાલી ગામે જુની અંગત અદાવતમાં બે કોમ વચ્ચે ધીંગાણું થયું હતું. બનાવને લઈ બન્ને પક્ષો એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. જો કે, ઝગડામાં એક મહિલા ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વધુ મળતી માહિતી પ્રમાણે, આશરે 1 વર્ષ પહેલા થયેલા ઝગડાને લઈ બે પરિવારે વચ્ચે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં ઝગડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું હતું. મહિલા પર કોરોસીન છાંટી તેના પર આગ ચાંપી દઈ સળગાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. મહિલાએ બુમો પાડ્તા પડોશના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108ને ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક આવી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

(11:28 pm IST)