Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજપીપળા કોવિડ સેન્ટર સહિત નર્મદા જિલ્લામાં ત્રણ સ્થળો પર કોરોના વેકસીન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ

રાજપીપળાના કોવિડ સેન્ટર ખાતે,તિલકવાડા સી એચ સી સેન્ટર ખાતે અને રાજપીપળા અર્બન સેન્ટર ખાતે મળી 3 સ્થળો પર વેકસીન અપાશે :પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, બીજા તબક્કામાં પોલીસ વિભાગ તથા અન્ય 17 વિભાગો જ્યારે ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકો અને ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેના લોકોને વેકશીન અપાશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના વેકશીનનું પ્રધાનમંત્રી મોદી દ્વારા વર્ચ્યુલ ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં કોરોના વેકસીનને લઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ નર્મદા જિલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
             નર્મદા જિલ્લામાં 1 લાખ 20 હજાર લોકોને કોરોના વેકસીન આપવામાં આવશે.અત્યારસુધી જિલ્લામાં 62 જેટલા ડ્રાય રન કરી દેવામાં આવ્યા છે.જિલ્લાના 3 સ્થળ પર કોરોના વેકસીન આપવામાં આવશે.જેમાં રાજપીપળાના  કોવિડ સેન્ટર ખાતે,તિલકવાડા સી એચ સી સેન્ટર ખાતે અને રાજપીપળા અર્બન સેન્ટર ખાતે મળી 3 સ્થળો પર વેકસીન આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ,બીજા તબક્કા માં પોલીસ વિભાગ તથા અન્ય 17 વિભાગો જ્યારે ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકો માટે અને ચોથા તબક્કામાં 50 વર્ષ થી નીચેની વયના લોકોને વેકશીન આપવામાં આવશે.તેમ નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ દ્વારા જાણવા મળ્યું છે.

(11:50 pm IST)