Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નાંદોદ તાલુકાના રામગઢ ગામમાં એકના એક દીકરાએ જમીનમાં ભાગ માંગતા પિતાએ કુહાડી મારતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામગઢ ગામમાં રહેતા સંજયભાઇ ગીરીશભાઇ વસાવાએ તેના પિતા ગીરીશભાઇ ફુમીયાભાઇ વસાવા જણાવ્યું કે મને ખેતરનો અલગથી ભાગ આપી દો માટે અલગથી રહેવાનું છે.તેમ કહેતા પિતાજીએ જણાવેલ કે તને કયો ભાગ આપું તારે લગ્ન થયેલા નથી અને મારે સંતાનમાં તું એકલો જ છોકરો છે તેમ કહી ઝગડો થતા પુત્ર પર પિતાજી એકદમ ઉશ્કેરાઇ જઇને કુહાડી થી પગના ઘુંટણથી નીચેના ભાગે મારી દેતા કુહાડીની સામાન્ય ઇજા કરી ત્યારબાદ પિતાએ પુત્રને ગમેતેવી ગાળો બોલી તેમજ છુટા હાથથી મારા મારી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:38 pm IST)