Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

લોકડાઉનનો ફરી ફફડાટ : સુરત અને અમદાવાદમાંથી પરપ્રાંતીયોની હિજરત :બસ-રેલવે સ્ટેશને ઉમટી પડ્યા

કાલુપુર રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ પર મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે નિકળી પડ્યા :સુરતમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિય લોકોની હિજરત શરુ

અમદાવાદ : પીએમ મોદીએ દેશના બધા રાજ્યના સીએમ સાથે થોડાક દિવસો પહેલા વાત કરી હતી. જેમાં તેઓએ લોકડાઉનને લઈ ચર્ચાઓ કરી હતી અને જણાવ્યું હતુ કે, હાલમાં લોકડાઉન કરવાની જરૂરત નથી, વર્તમાનમાં નાઈટ કર્ફ્યૂથી જ કામ ચાલશે. જોકે, તે છતાં પણ ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી આવેલા મજૂરોને પીએમ મોદીની વાત પર વિશ્વાસ ના હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, લોકોને મોદી સરકાર પર વિશ્વાસ દેખાઈ રહ્યો નથી. તેથી પીએમ મોદીએ લોકડાઉન અંગે સ્પષ્ટતા કર્યા છતાં પણ ગુજરાતમાં મજૂરી કામ કરતાં પરપ્રાંતિયોઓ પોતાના વજન જવા માટે મોટી સંખ્યામાં રવાના થઈ રહ્યા છે. સુરતમાં પરપ્રાંતિય લોકોની હિજરત મોટા પ્રમાણમાં શરૂ થઇ ચુકી છે. આ પહેલા પણ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉમટી સંખ્યામાં પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી હતી.

 જ્યારે 2020 મોદી સરકાર દ્વારા અચાનક લોકડાઉન લગાવી દેવામાં આવ્યો હતો, ત્યારે અનેક મજૂરોના રસ્તામાં ચાલતા-ચાલતા જ મોત થઈ ગયા હતા. તે લોકડાઉન વખતે જે સ્થિતિ દેશભરના મજૂરોએ જોઈ છે, તે હજું પણ તેમને યાદ છે. તેથી તેઓ બીજી વખત મોદી સરકાર પર વિશ્વાસ કરવા માંગતા નથી અને તેથી તેઓ પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં થોડાક દિવસો પહેલા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ પર મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે નિકળી પડ્યા હતા અને આજે સુરતમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિય લોકોની હિજરત શરુ થઈ ગઈ છે.

સુરતના છેવાડાના વિસ્તારોમાં કાપડ, ડાયમંડ, ઝરી જેવા અનેક ઉદ્યોગોમાં કામ કરતા આ શ્રમિકોએ પોતાનાં વતન જવાનું મુનાસીબ માન્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રોજની 30-50 જેટલી બસો બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ જેવા અનેક રાજ્યો અને વિસ્તારો માટે નિકળે છે. પ્રવાસી શ્રમિકો શહેરમાં સંક્રમણ અને લોકડાઉનના કારણે ભયની સ્થિતીમાં રહે છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર પાટીલ અનેક વાર શ્રમજીવીઓને પલાયન નહી કરવા માટે અપીલ કરી ચુક્યા છે.

જો કે સુરતમાં પરપ્રાંતીયો લાખોની સંખ્યામાં પોતોના રાજ્ય અને ગામમાં પરત ફરી રહ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પરત ફરી રહેલી બસોની સંખ્યા પણ ખુબ જ વધારી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના રત્ન કલાકારો પણ સંક્રમણની સ્થિતીમાં વતન તરફ આગળ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓ કોરોના સંક્રમણની બીકે પરત ફરી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પલાયન નહી કરવા માટે તમામ લોકોને મનાવી રહ્યું છે. અનેક પ્રયાસો પણ કરી રહ્યું છે.

(12:19 am IST)