Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સુરતમાં મોતના તાંડવથી તંત્ર હાંફળુ-ફાંફળુઃ બે દિવસમાં ચાર નવા સ્મશાન ચાલુ કરાયા

રાજકોટઃ કોરોનાનો અતિ બિહામણો કહેર જારી છે. સુરતમાં સ્થિતિ ગંભીર બની રહી છે. સંક્રમીતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધતી સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધતો જઇ રહયો હોય તંત્ર હાંફળુ ફાફળુ બની ગયું છે. દર્દીઓની સારવાર માટે ૧૧૦૦ હોસ્પીટલને  કોવીડમાં ફેરવવામાં આવશે. તો બે દિવસમાં ચાર નવા સ્મશાન શરૂ કરી દેવામાં આવ્યા છે. અંતિમવિધિ માટે ૧૪-૧૪ કલાકનું વેઇટીંગ ચાલી રહયું છે. સીવીલ હોસ્પીટલમાં દરરોજ પ૦ થી વધુના મોત જયારે સ્મિમેર હોસ્પીટલમાં ૩૦ થી વધુ લોકોના મોત નિપજી રહયા છે. હાહાકાર મચી જવા પામ્યો છે.

(4:09 pm IST)