Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગાયત્રી પેથોલોજી લેબમા ફેક આર.ટી.પી.સી.આર રીપોર્ટમા ડોક્ટરની ખોડી સહી કરી રીપોર્ટ આપતા હોવાનુ કોભાડ ખુલ્યુ

સ્ટલીંગ એક્યુરીસ વેલનેસ પ્રા.લી ના બનાવટી સિક્કા, લેટરપેડ ઉપયોગ થતો હતો

અમદાવાદ: શહેરના ઘોડાસર ચાર રસ્તા પાસે આવેલા એમ્પાયર હબ બિલ્ડીંગમાં ગાયત્રી પેથોલોજીમાં સ્ટર્લીંગ એક્યુરીસ વેલનેસ પ્રાઈવેટ લીમીડેટ કંપનીનો બનાવટી લેટર પેડ પર ડોક્ટરની ખોડી સહી કરીને ખોટા આર.ટી.પી.સી.આર રીપોર્ટ બનાવનાર શખ્સના વિરુદ્ધમાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. જોકે ખોટા રિપોર્ટ આપવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મુળ રાજસ્થાનના અને હાલ બોડકદેવમાં રહેતા ઈન્દર મેઘાણી (ઉ.વ.42) સ્ટલીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે સવારના સમયે કંપનીના કસ્ટમર કેર પર એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને જણાવ્યુ હતી કે, કિરણબેન મહેશ્વરી ના આર.ટી.પી.સી.આર રીપોર્ટનું સ્ટેટસ શું છે તે જણાવો. આ અંગે કર્મચારીએ કોમ્પ્યુટરમાં તપાસ કરતા કિરણબેનના નામનું કોઈ આર.ટી.પી.સી.આર રીપોર્ટમાં રજીસ્ટેશન ન હતુ. જેથી કિરણબેનનો રીપોર્ટ મંગાવેલ હતો જો કે આ રીપોર્ટ બોગસ હોવાનું જાણ થતા કિરણબેનને આ અંગે પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, કિરણબેને ઘોડાસરહ ચાર રસ્તા પાસે એમ્પાયર હબમાં આવેલ ગાયત્રી પેથોલોજી લેબોરેટરી ખાતે રીપોર્ટ કરાવ્યો હતો.

જેથી ઈન્દર મેઘાણીએ આ અંગેની જાણ પોલીસ અને એએમસીને કરી હતી બાદમાં ગાયત્રી પેથોલોજી લેબોરેટરીમાં જઈને તપાસ કરી હતી જો કે ગાયત્રી પેથોલોજી લેબોરેટરી ચલાતા નિલેશ વાઘેલા તેની પાસેથી સ્ટલીંગ એક્યુરીસ વેલનેસ પ્રાઈવેટ લીમીડેટના બનાવટી સિક્કો તેમજ બનાવટી લેટરપેડ તથા ડોક્ટરની ખોટી સહી વાળા કિરણબેનના બે ખોટા આર.ટી.પી.સી.આરના રીપોર્ટ મળી આવ્યા હોવાથી વટવા પોલીસે નિલેશ ના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. જોકે એએમસીની ટીમને પોલીસે જાણ કરતા તેમને લેબોરેટરી સીલ કરી હતી.

(6:04 pm IST)