Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સુરતમાં 11 દિવસની કોરોના ગ્રસ્ત બાળકીની મદદે આવ્યા પૂર્વ મેયર ડો, જગદીશ પટેલ : પ્લાઝમા ડોનેટ કરવા નિર્ણય

ડો.જગદીશ પટેલનું બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરાયો

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ 11 દિવસ ની કોરોના પોઝિટિવ બાળકીના વહારે પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ આવ્યા છે. આજે બપોરે 12 કલાકે સ્મીમેર હોસ્પિટલમાં ડો.જગદીશ પટેલ 11 દિવસની બાળકી માટે પ્લાઝમા ડોનેટ કરશે. 11 દિવસની બાળકીને ઇમરજન્સીમાં પ્લાઝમાની જરૂર પડીછે અને સંજોગો વસાહત પૂર્વ મેયર ડો.જગદીશ પટેલનું બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરાયો હતો.

(6:23 pm IST)