Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ખંભાત તાલુકાના ફીણાવ ગામે પત્નીને મળવા ગયેલ પાડોશીએ પતિની કરપીણ હત્યા કરી નાખતા ગામમાં અરેરાટી મચી જવા પામી

ખંભાત:તાલુકાના ફીણાવ ગામે કુદરતે હાજતે ગયેલ પત્નીને બાજુના ખેતરવાળો મળવા આવ્યો હોવા અંગે ખેતરવાળા સાથે થયેલ ઝઘડામાં પતિની હત્યા થઈ જતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે

ખંભાત તાલુકાના ફીણાવ ગામે રહેતા કૈલાશબેન (ઉં..૩૨) ગતરોજ રાત્રિના સાડા આઠેક વાગ્યાના સુમારે જામન સીમ વિસ્તારમાં કુદરતી હાજતે ગયા હતા ત્યારે બાજુમાં આવેલ ખેતરના માલિક લાલજીભાઈ ઉર્ફે સંજય બેચરભાઈ પટેલ ત્યાં હાજર હતા. દરમ્યાન કૈલાશબેનના પતિ ખોડાભાઈ પણ પત્ની પાછળ આવતા તેઓએ સંજયભાઈને ત્યાં જોતા તુ મારી પત્નીને મળવા આવ્યું છે કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને જેમાં લાલજીભાઈ ઉર્ફે સંજયે ખોડાભાઈને માર મારી જમીન ઉપર પાડી દીધા હતા અને છાતી ઉપર બેસી જઈ માથુ પકડીને જમીન  સાથે વારંવાર પછાડતા ખોડાભાઈ બેભાન થઈ ગયા હતા. દરમ્યાન કૈલાશબેને બુમાબુમ કરતા ઘરના સભ્યો અને આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ઘવાયેલા ખોડાભાઈને સારવાર અર્થે નજીકના દવાખાને લઈ જતા તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

(6:33 pm IST)