Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગાંધીનગર જિલ્લામાં પોલીસે બાતમીના આધારે સઇજ ગામના મકાનમાં દરોડા પાડી 19 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે સઈજ ગામના મકાનમાં દરોડો પાડીને સંતાડાયેલો વિદેશી દારૃની ૧૯ બોટલ કબ્જે કરી હતી. જયારે દારૃ સંતાડનાર શખ્સની શોધખોળ આદરી છે. ૭૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.  

રાજયમાં દારૃબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડા પાડી રહી છે અને દારૃના જથ્થાનો સંગ્રહ કરતાં શખ્સોને પકડવામાં આવી રહયા છે. કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સઈજ ગામમાં રહેતો કિરણ ઉર્ફે જનક માનસંગજી ઠાકોર તેના ઘરે વિદેશી દારૃનો જથ્થો રાખીને વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે તેના ઘરે દરોડો પાડયો હતો અને ઓસરીમાં બે પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. જેમાં તપાસ કરતાં અલગ અલગ માર્કાની વિદેશી દારૃની ૧૯ બોટલ મળી આવી હતી. ૭૬૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને કિરણ ઠાકોર મળી આવ્યો નહોતો. જેથી તેની સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. તેના પકડાયા બાદ ખબર પડશે કે તે દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને કોને વેચતો હતો. 

(6:34 pm IST)