Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મોડાસા-નડિયાદ હાઇવે નજીક ટ્રક-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધનુ કમકમાટીભર્યું મોત

બાયડ:મોડાસા-નડીયાદ હાઈવે ઉપર રોજીંદા વાહનોની અવર - જવર વધુ પ્રમાણ જોવા મળતી હોય છે. ત્યારે બાયડ-કપડવંજ હાઈવે ઉપર બાયડ બસ સ્ટેન્ડ નજીક આવેલી ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ૬૦ વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

બાયડ હાઈવે રોડ દિન પ્રતિદિન અકસ્માત ઝોન બનતો જાય છે. દરરોજ નાના-મોટા ઈજા સહિત જાન ગુમાવવાના બનાવ પણ બનવા પામે છે. ત્યારે બાયડ ના બજારમાં બસ સ્ટેન્ડ નજીક સાઠંબા નજીક આવેલા ખરોડ ગામના ભરવાડ ભલાભાઈ કોહ્યાભાઈ બાયડમાં બાઈક લઈને કામકાજ અર્થે આવ્યા હતા. ત્યારે બાયડ-કપડવંજ હાઈવે ઉપર ટ્રક પ્રસાર થતી હતી. ત્યારે બાઈક ચાલક બાઈક લઈને ટ્રક નીચે આવી જતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું.

બાયડ નગરમાં અકસ્માત સર્જાતા ૩૦ મીનીટ સુધી વાહનો કતાર લાઈનો જોવા મટી હતી. અકસ્માત સર્જાતા મૃતદેહને જોવા આજુબાજુના રહીશો લાશ જોવા ઉમટયા હતા. તાત્કાલીક ધોરણે ૧૦૮ મેડીકલ સેવાઓ આવી પહોંચી હતી. મૃતદેહ ને ૧૦૮ મારફતે બાયડની સરકારી દવાખાને પોસ્ટમર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાયડ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

(6:35 pm IST)