Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમરાવતી ખાડીમાં સેંકડો માછલાંઓના મોત

GPCBની કામગીરી સામે ઉઠતા સવાલ : જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર, જીતાલી, દઢાલ, મોતાલી, ઉછાલી, અમરતપરા, નૌગામા, સામોર, જુના કાંસીયા, લાલવાડી વિગેરે ગામો માંથી પસાર થતી અમરાવતી ખાડીમાં કોઈ કારણોસર સેંકડો સંખ્યામાં માછલાં અને જળચરોના મોત થયા છે. આ ખાડીના પાણીનો ઉપયોગ ગાય, ભેંસ, ઢોરો પણ કરતા હોય જેથી કરીને તંત્ર ઘનિષ્ઠ તપાસ આદરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 અગાઉ પણ આ જ ખાડીના પાણીમાં તા.16/6/2020ના અંકલેશ્વરની જીપીસીબીની તપાસ દરમ્યાન સેંકડો જળચરો મરી ગયા હતાનું પ્રકાશમાં આવ્યું હતું. જયારે ગાંધીનગર જીપીસીબીએ અંકલેશ્વર નોટીફાઇડને નોટીસ પાઠવી CCTV કેમેરાઓ લગાવવા સૂચના આપી હતી. પરંતુ નોટિફાઇડે જીપીસીબી ગાંધીનગરે જુલાઈ 2020 માં પાઠવેલ વોટર એક્ટની કલમ 33- A અંગેના નોટીસ ઓફ ડાયરેક્શનનો કેટલો અમલ કર્યો છે કે નહીં?? તે ઉચ્ચસ્તરીય તપાસનો વિષય છે.

અગાઉ પણ આ જળચરોના મોત અંગે વડાપ્રધાન, મુખ્ય પ્રધાન અને પર્યાવરણ મંત્રાલયને લેખિતમાં ફરીયાદ કરી છે તેમ છતાં પણ આવી વારંવાર ઘટના ઓ બની રહી છે અને જીપીસીબી નોટીસો પાઠવી ફક્ત જવાબો માંગી રહી છે. નક્કર કાર્યવાહી જરૂરી

(9:11 pm IST)