Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ગરુડેશ્વર તાલુકામાં પરિણીતાનો તૂટતો ઘર સંસાર બચાવતી અભયમ 181મહિલા હેલ્પલાઇન,રાજપીપળા

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં ૨૪ વર્ષના પરિણીતા હિનાબેન ( નામ બદલેલ છે.) ને તેમના પતિ અને સાસુ રોજ માનસિક ત્રાસ આપતા હોય તેમની બાળકી લઈ લે છે,તેથી પીડિત બહેન કંટાળી જઈ છૂટા છેડા આપવા જણાવતા હતા. તેથી ૧૮૧ મહિલા હેલપ લાઇનનો સંપર્ક કરતા રાજપીપળા અભ્યમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી પતિ પત્ની અને સાસુ વચ્ચે અસરકારક કાઉન્સલીગ કરી, બાળકી અપાવી સમાધાન કરાવવામાં સફળતા મળી  હતી
  મળતી માહિતી મુજબ હિનાબેનના લગ્ન સતીશ ભાઈ જોડે થયેલ છે. અને તેમની ૧ વર્ષની બાળકી છે. પરંતુ તેમને રોજ તેમના પતિ અને સાસુ દ્વારા માનસિક રીતે ત્રાસ આપતો હતો.અને તેમની બાળકી ને લઈ લેતા હોવાની પણ વાત હોય તેમના સાસુ હિનાબહેનના પતિને ભડકાવે છે. તેથી તેમના પતિ ગુસ્સે થાય છે અને ઝગડો કરે છે,આમ પતિ પત્નીના ઝગડામાં તેઓ બોલે છે અને વિશે તેમજ પરિણીતાના માતા પિતાને તેઓ અપશબ્દો બોલે છે.જેથી પરિણીતા કંટાળી  બાળકી અપાવી દો અને મારે છૂટાછેડા કરવા છે. તેમ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવતા રાજપીપળા સ્થિત રેસ્ક્યુ વાનની ટીમે તેમના પતિ,સાસુને કાયદાકીય સમજ આપી કાઉન્સલિંગ કરી તેમને સમજાવ્યા બાદ તેમણે બાહેધરી આપી કે હવે પછી વહુને કોઈ પણ રીતે હેરાન નહિ કરીશું તેમને બાળકી આપીશું અને સારી રીતે રાખીશું, અમારે છૂટાછેડા નથી કરવા,અમારી બાળકીનું એમાં ભવિષ્ય નથી બગાડવું તેવી ખાતરી આપી હતી.આમ અભ્યમ દ્વારા એક તૂટતો ઘર સંસાર બચાવવા માં સફળતા મળી હતી.હિનાબેને અભ્યમ નો આ બદલ આભાર માન્યો હતો

(10:11 pm IST)