Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પેટાચૂંટણી :કોંગ્રેસે કપરાડા અને ડાંગ બેઠકના ઉમેદવારોના નામ કર્યા જાહેર

કપરાડા બેઠકમાં બાબુ વરઠાને ઉતાર્યા :ડાંગ માટે સૂર્યકાંત ગાવિતને ટિકિટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે તેની 8 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના પાંચ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. જો કે, ત્રણ બેઠક પર કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ બે બેઠક પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ભાઈ ચોધરી સામે બાબુ વરઠાને ઉતાર્યા છે. જ્યારે ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલની સામે સૂર્યકાંત ગાવિતને પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે, કોંગ્રેસ પાર્ટી હજુ પણ એક બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં મૂંઝવણમાં જોવા મળી રહ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોંગ્રેસ દ્વારા ધારી, કરજણ, મોરબી, અબડાસા, ગઢડા પર નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ નામો નક્કી કરવા માટે કોંગ્રેસ દ્વારા લાંબુ મંથન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા મોડી સાંજે પાંચ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જો કે એક બેઠક પર હજી પણ કોકડું ગુંચવાયેલું રહ્યું છે. લીંબડી બેઠક પર હજી સુધી ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવી નથી. આ બેઠક પર જાતીય સમીકરણ અને એક કરતા વધારે પ્રબળ દાવેદાર હોવાના કારણે અહીં નામ પર હજી સુધી કોંગ્રેસ ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકી નથી.

(10:17 pm IST)