Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા : કુલ કેસનો આંક વધીને 3188 થયો

સૌથી વધુ સાણંદ તાલુકામાં 702 અને ધોળકા તાલુકામાં 655 કેસ થયા

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાં નવા 29 કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો વધીને 3188 પર પહોંચ્યો છે, જે પૈકી સૌથી વધુ 701 સાણંદમાં નોંધાયા છે. આ આંકડામાં અમદાવાદ શહેરના કેસને સામેલ કરાયા નથી

  અમદાવાદ જિલ્લાના સાણંદ અને ધોળકા તાલુકામાં કુલ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 702 અને 655 છે, જે કુલ કેસના લગભગ 42 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 429, બાવળામાં 411 કેસ છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 327, વિરમગામ 401 બાવળા -411 અને માંડલ તાલુકામાં 103 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 59 દર્દીઓના મોત નીપજ્યાં છે

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.95 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. 16 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઓછા કોરોનાના કેસ ધોલેરા તાલુકામાં માત્ર 37 કેસ નોંધાયા છે

અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ત્યારે 1969 લોકો હોમ-ક્વોરન્ટાઈન છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તંત્ર દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

(11:51 pm IST)