Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સુરતના લસકાણા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં દિવાળી સમયે જ આગ ભભૂકી:સામાન બળીને ખાખ

વિકરાળ આગને કાબુમાં લેવા 12થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં દિવાળી સમયે જ આગ ભભૂકી ઉઠી હતી. આ ભયાનક આગમાં તમામ ગોડાઉનમાં રાખેલ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો છે આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી

 . આગની જાણ ફાયરને કરતા તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, આગ વધારે વધતી હોવાથી 12થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

(10:11 pm IST)