Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વેલછંડી ગામ ખાતે લોખંડના કોઈ સાધન વડે માતા પુત્ર પર હુમલો કરનાર 2 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર સંતોષભાઇ રામજીભાઇ વલવીએ આપેલી ફરિયાદ મુજબ તે પોતાના ખેતરેથી પરત ઘરે આવેલ તે વખતે વિપુલ હરેશભાઇ વલવી તથા શાંતિલાલ મહેશ ભાઇ વલવી બન્ને (હે,વેલછેડી )એ લોખંડના કોઇ સાધન વડે તેમની માતા ભુરીબેન રામજીભાઇ વલવીને માથામાં મારી એકબીજાની મદદગારી કરી ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સ્થળ ઉપરથી નાસી જઇ ભુરીબેન રામજીભાઇ વલવીને માથાના ભાગે ઇજા પહોંચાતા 108 મારફતે રાજપીપળા સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. રાજપીપળા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:38 pm IST)