Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સગીરાને આપઘાત માટે દુષપ્રેરણા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને બી,કોમની પરીક્ષા આપવા કોર્ટની મંજૂરી

આરોપીના વકીલ પાસેથી બુક્સ અને અભ્યાસ સામગ્રી મેળવી આરોપી મિહિર રાઠોડને ઉપલબ્ધ કરાવાનો નિર્દેશ

અમદાવાદ : સગીર વયની યુવતીને  આપઘાત માટે દુષપ્રેરણ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા 19 વર્ષીય આરોપીને અમદાવાદની સ્થાનિય કોર્ટે જેલમાંથી જ બી.કોમ સેમેસ્ટર 3ની પરીક્ષા આપવાની મંજૂરી આપી દીધી છે.

કોર્ટે પરીક્ષાની તૈયારી માટે જેલ સત્તાધીશોને આરોપીના વકીલ પાસેથી બુક્સ અને અભ્યાસ સામગ્રી મેળવી આરોપી – મિહિર રાઠોડને ઉપલબ્ધ કરાવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટ દ્વારા આરોપીના પરીક્ષા આપવા માટેના વચગાળા જામીન ફગાવી દેવામાં આવ્યા બાદ તેમણે જેલમાંથી બાકીના બે પેપરની પરીક્ષા આપવાની રજુઆત કોર્ટ સમક્ષ કરી હતી.

કોર્ટે આરોપીને જેલમાં પરીક્ષા આપવાની ખર્ચની રકમ જેલ સ્તધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કર્યો હતો. આ ખર્ચથી જેલ સત્તાધીશો 13મી અને 16મી જાન્યુઆરીના રોજ સવારના 9 થી બપોરના 1 વાગ્યે સુધીમાં આરોપીને પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે.

આરોપીએ પરીક્ષા આપવા માટે 17મી જાન્યુઆરી સુધીના વચગાળા જામીન મંગયા હતા જોકે કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હતી. સગીર વયની યુવતીને આપઘાત માટે દુષપ્રેરણ કરવાના કેસમાં આરોપીની 10મી જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની બી.કોમ સેમેસ્ટર-3ની પરીક્ષા 7મી જાન્યુઆરીથી શરૂ થઈ હતી.

19 વર્ષીય આરોપી પર તેની સાથે એક સમયે શાળામાં અભ્યાસ કરતી અભ્યાસ કરતી સગીર વયની યુવતી પર આપઘાત માટે દુષપ્રેરણ અને દબાણ ઉભો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી યુવાન સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ સગીરાને વોટ્સએપના માધ્યમથી મરી જવાના મેસેજ કર્યા હતા અને જો આવું નહિ કરે તો બધી બાબતો તેના માતા-પિતાને જણાવશે. આ રીતે આરોપીએ દબાણ ઉભું કરતા સગીરાએ તેના ઘરમાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધું હતું.

પીડિતાના મિત્ર અને વોટ્સએપ ચેટના આધારે આરોપી સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપીની 10મી જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી

(7:55 pm IST)