Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

નારોલમાં કંપનીના બોઇલરમાં આગ લાગતા 12 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

આરવી ડેનિમ સામે આવેલી કંપનીમાં આગ લાગતા અફરાતફરી

અમદાવાદ :નારોલ આરવી ડેનિમ સામે આવેલી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ કંપનીના બોઇલરમાં આગ લાગી છે. ઘટનાની જાણકારી મળતા ફાયર ફાઇટરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની અંદાજે 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આગ લાગવાનો કારણ હજુ અકબંધ છે

(8:38 pm IST)