Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સવારે 10-30 વાગ્યે પીએમ મોદી કરાવશે કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ

પીએમ મોદી રસી આપનાર હેલ્થ વર્કર્સ સાથે વાતચીત કરશે: COVID-19 મહામારી, વેક્સિન રોલઆઉટ અને Co-WIN સોફ્ટવેર સંબંધિત પ્રશ્નો માટે એક 24×7 કોલ સેન્ટર 1075ની પણ સ્થાપના

નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે ભારતમાં શનિવારે રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ જશે. પોતે વડાપ્રધાન દ્ર મોદી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવાના છે. આ અંગે તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે 16 જાન્યુઆરી સવારે 10.30 કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે. આ અભિયાનની સાથે જ પીએમ મોદી CoWIN એપ પણ લોન્ચ કરશે. Covid 19 Vaccination Progr

વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કર્યા પછી પીએમ મોદી રસી આપનાર હેલ્થ વર્કર્સ સાથે વાતચીત કરશે. આ વાતચીતને દેશના 3006 રસી બૂથ પર લોકો જોઇ શકશે. રસીકરણ અભિયાનના પહેલા દિવસે અંદાજે 3 લાખ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમામ સેન્ટર્સ પર 100 લાભાર્થીઓને રસી આપવામાં આવશે. રસીકરણનું સમય સવારે 9 કલાકથી સાંજના 5 કલાક સુધી છે. COVID-19 મહામારી, વેક્સિન રોલઆઉટ અને Co-WIN સોફ્ટવેર સંબંધિત પ્રશ્નો માટે એક 24×7 કોલ સેન્ટર 1075ની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ વચ્ચે વૈજ્ઞાનિકો તરફથી પણ નિવેદન સામે આવી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે અમે ડોક્ટરો, વૈજ્ઞાનિકોના એક સમૂહ છીએ, જે ભારતમાં વૈજ્ઞાનિક સંસોધનને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છીએ. આત્મનિર્ભર હોવા ઉપરાંત, અમે તકનીકી અને વૈજ્ઞાનિક ઉત્પાદનોના નિકાસકારો તરીકે વૈશ્વિક નેતાઓ તરીકે ઉભરી રહ્યા છીએ. તેમજ વૈજ્ઞાનિકોએ રસી વિશે આપેલા નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો

(12:48 am IST)