Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વડોદરાના હરણી રોડ ચાર રસ્તા નજીક જુના ઝઘડાની અદાવત રાખી ત્રણ હુમલાખોરોએ એક યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના હરણીરોડ સંગમ ચાર રસ્તા પાસે રાત્રે બાર વાગ્યે જૂના ઝઘડાની અદાવત રાખી ત્રણ   હુમલા ખોરો એક યુવકને બેઝબોલની સ્ટીક અને ચપ્પુ મારી લોહીલુહાણ કરી ભાગી છુટયા હતા

હાથીખાના ગેંડા ફળિયામાં રહેતો સમીર શબ્બીરમીયા શેખ મચ્છીપીઠમાં ચિકનની દુકાનમા નોકરી કરે છે. ગતરાત્રે સાડા દશ વાગ્યે નોકરીએથી છુટયો હતોતેની પાસે ઘરે જવા માટે કોઇ વાહન નહી હોવાથી મિત્ર અયાન સલિમભાઇ શેખ (રહે. પટેલ ફળિયા હાથીખાના)ને ફોન કરીને બોલાવ્યો હતો. અયાન શેખ મોપેડ લઇને સમીરને લેવા ગયો હતો. બંન્ને મિત્રો હાથીખાના આવીને થોડીવાર બેઠા હતા અને ત્યારબાદ પોણા બાર વાગે હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસેના ગલ્લા પર બંન્ને સીગારેટ પીવા ગયા હતાસમીર અને અયાન સીગારેટ પીતા હતા તે સમયે હાથીખાનામાં રહેતો સાહીલ ઉર્ફે અપ્પુ શેખ તથા પાણીગેટનો  જુનેદ સીંધી આવ્યા હતા. જૂના ઝઘડાની અદાવત રાખી બંન્નેએ સમીર સાથે ઝઘડો કરી બેઝબોલની સ્ટીક  અને કમર બેલ્ટથી માર માર્યો હતોજુનેદ સીંધીએ ચપ્પુ વડે સમીરને પીઠના ભાગે ઇજા પહોંચાડી હતીબંન્ને હુમલાખોરોના બીજા સાગરિત મુફીસ મનસુરીએ પણ આવીને સમીરને માર માર્યો હતો. સમીરે બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી છુટયા હતા. બનાવ અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)