Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં 4 ડોક્‍ટરોને કોવિડ વેક્‍સીન અપાઇ

અમદાવાદ: વડાપ્રધાન મોદીના હસ્તે 16મી જાન્યુઆરી 2021ના રોજ વૅક્સીનેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉ. નવીન ઠાકરને કોરોનાની વૅકસીન લગાવવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડો.કેતન દેસાઈને કોવિડથી બચવા માટેની બીજી રસી અમદાવાદમાં આપવામાં આવી છે. IIPH ગાંધીનગરના ડો. દિલીપ મવલાંકરને પણ રસી આપવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસસોશિયેશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસી લીધી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, કોવિડની રસી માટે નોંધણી કરાવનાર વ્યક્તિઓને મેસેજ થકી તેમને ક્યારે રસી આપવામાં આવશે? તેની જાણ કરવામાં આવશે. કોવિડની રસી લેનાર ડોકટર અને હેલ્થ વર્કરને થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાંઆ આવશે.

નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું કે, કોવિડની રસી લીધા બાદ પણ લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની તકેદારી રાખવાની જરૂર છે. ભારતમાં કોવિડ રસીકરણના પહેલા તબક્કામાં ડોકટર, હેલ્થ વર્કરને આપવામાં આવશે. કેટલાક લોકોને વેકસીન લીધા પછી તાવ, શરીરમાં દુખાવો, અને અન્ય નજીવી સમસ્યા થઈ શકે છે. જો કે તેનાથી ગભરાવાની જરૂર નથી.

(4:51 pm IST)