Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે એવી શક્યતા નહિવત

૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦મો જન્મદિવસ : પીએમઓ તરફથી આગામી બે દિવસનો કોઈ કાર્યક્રમ અપાયો નથી : રાજ્યભરમાં કોઈ તૈયારી પણ નથી કરાઈ

ગાંધીનગર, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખતે પોતાના જન્મદિવસ પર ગુજરાત આવે તેવી સંભાવના લગભગ નહિવત છે. પાછળનું કારણ કોરોના વાયરસની મહામારી અને ચોમાસું સત્ર માનવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે ગુજરાતમાં હોય ત્યારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરમાં રહેતા તેમના ભાઈના ઘરે જતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે આવે છે અને તેઓ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે માતાના આશિર્વાદ લેવા માટે ગાંધીનગર આવતા હોય છે. મહત્વના સૂત્રો જણાવી રહ્યા છે કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી વડાપ્રધાન પોતાના જન્મદિવસે ગુજરાત આવે છે તેવી કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. જેથી અઠવાડિયામાં તેઓ મુલાકાત લેશે તેવી શક્યાતાઓ નહિવત છે.

તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરે ૭૦ વર્ષના થઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા સોમવારથી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે આગામી રવિવાર સુધી ચાલશે. પાર્ટીના નેતાએ જણાવ્યું કે, સેવા સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ સેવા કર્યો કરવામાં આવશે જેમાં ૭૦ તાલુકામાં ૭૦ દિવ્યાંગોને સહાય, ૭૦ બ્લોકમાં ૭૦ વ્યક્તિઓનું બહુમાન, કોરોના દર્દીઓ માટે ફ્રૂટની વહેચણી, પ્લાઝ્મા ડોનેશન અને રક્તદાન જેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે એવી પણ વિગતો મળી રહી છે કે, ૭૦ વેબિનાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિશે જણાવવામાં આવશે, દરેક બૂથમાં ૭૦ છોડ પણ રોપવામાં આવશે અને સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે, પ્રકારના વિવિધ કાર્યક્રમો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, વડાપ્રધાન ગુજરાત આવવાના હોય તો ઠેર-ઠેર સુરક્ષા બંદોબસ્ત સહિત તેમના સ્વાગત માટે પોસ્ટર્સ લગાવવામાં આવતા હોય છે જોકે, હજુ સુધી આવું જોવા મળ્યું નથી. બીજી તરફ વડાપ્રધાન મોદીના જન્મદિવસને દિવસ કરતા પણ ઓછો સમય બાકી છે. એવી અટકળો પણ લગાવાવમાં આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાત આવશે તો અમદાવાદમાં સીવીલ કેમ્પસમાં નવી નિર્માણ પામેલી યુએન મહેતા હોસ્પિ.ના બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરી શકે છે.

(10:11 pm IST)
  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • પાકિસ્તાનની સંસદે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લગતા વટહુકમની મુદત ચાર મહિના સુધી વધારી દીધી છે. વટહુકમથી જાધવને તેમની સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. access_time 10:59 pm IST