Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી થેલામાં બોમ્બની શંકા : બોમ્બ સ્કોડ બોલાવાઇ: ગાંજાનો જથ્થો નીકળ્યો

થેલામાંથી 4 કિલો અને 580 ગ્રામ ગાંજાનો જથ્થો મળતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદ : પશ્ચિમ રેલ્વે પોલીસને હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં એક બિનવારસી થેલો જોવા માલ્ટા બોમ્બની શંકાએ રેલવે પોલીસે બોમ્બ સ્કોડને બનાવની જાણ કરતા બોમ્બ સ્કોડએ તપાસ કરતા થેલામાંથી બોમ્બ નહીં પણ ગાંજાનો જથ્થો મળ્યો હતો. રેલ્વે પોલીસે 4 કિલો અને 580 ગ્રામ ગાંજાનો જથ્થો જમા લઈ અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પશ્ચિમ રેલ્વે પોલીસના સ્પેશયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ રઘુવીરસિંહ સહિતનો SOGનો સ્ટાફ કાંકરિયા તરફ આવેલા રેલ્વે વોશિંગ યાર્ડમાં પેટ્રોલિંગમાં હતાં. તે સમયે હાવડા અમદાવાદ એક્સપ્રેસમાં એસએલઆર કોચ અને જનરલ કોચના બફર વચ્ચેના નીચેના ભાગે મહક સિલ્વરના સિમ્બોલનો થેલો મુકેલો હતો. થેલામાં વિસ્ફોટક હોવાની શંકાથી SOGએ બોમ્બ ડીસ્પોઝલ સ્કોર્ડને બનાવની જાણ કરી હતો.

બોમ્બ સ્કોર્ડએ તપાસ કરતા થેલામાંથી બોમ્બ નહીં પણ 4.780 કિલો ગાંજો મળ્યો હતો. 200 ગ્રામ સેમ્પલ તરીકે લઈ પોલીસે 4.580 કિલો ગાંજો રૂ.28680ની કિંમતનો જમા લઈ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસથી બચવા આરોપીઓએ ગાંજાની ડિલિવરી કરવા માટે ટ્રેનના બે કોચ વચ્ચેના બફાર્મ બિનવારસી થેલો મૂકી દેવાની ચાલાકી વાપરી છે. જેથી પોલીસમાં પકડાવવાનો ડર નહીં. પોલીસના હાથમાં આવે તો પણ માત્ર ગાંજો જ પકડાય પરંતુ કોને મોકલ્યો અને ક્યાં જવાનો હતો તે વિગત પોલીસ મેળવી શકે નહીં.

(8:59 am IST)