Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગુજરાતમાં રોજ ચાર માસુમ બાળકી દુષ્કર્મનો શિકાર

દુષ્કર્મના વધુ કેસો મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમેઃ ગુજરાતમાં ત્રણ વર્ષના સમયગાળામાં પોકસોના ૩,૭૪૩ કેસ

નવી દિલ્હી,તા.૧૬ : ગુજરાતમાં વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ એમ ત્રણ વર્ષના સમય ગાળામાં બાળકીઓ પર દુષ્કર્મની ૩,૭૪૩ ઘટનાઓ બની છે, પોકસો કાયદા હેઠળની દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, વર્ષ ૨૦૧૬માં ૧,૦૫૪, વર્ષ ૨૦૧૭માં વધીને ૧,૨૩૩ તો વર્ષ ૨૦૧૮માં વધીને ૧,૪૫૬ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં રોજ ચાર બાળકી પીંખાઈ છે તેમ કેન્દ્રના ગૃહ મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે. બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બાદ કાયદામાં કડક જોગવાઈ પછીયે ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૧૮માં બાળકીઓ પર દુષ્કર્મની દેશમાં કુલ ૨૧,૬૦૫ ઘટનાઓ બની છે. સૌથી વધુ ઘટનાઓ મહારાષ્ટ્રમાં ૨,૮૩૨ બની છે.

બીજા નંબરે ઉત્ત્।ર પ્રદેશમાં ૨,૦૨૩, ત્રીજા ક્રમે કર્ણાટકમાં ૧,૪૫૭ અને ચોથા ક્રમે ગુજરાતમાં ૧,૪૫૬ ઘટનાઓ બની છે. આ ઉપરાંત ઓડિસામાં ૧,૪૨૭, પશ્યિમ બંગાળમાં ૧,૩૭૮, છત્ત્।ીસગઢમાં ૧,૨૧૪, તેલંગાણામાં ૧,૧૪૦, હરિયાણામાં ૧,૦૬૮, મધ્યપ્રદેશમાં ૧,૦૪૭ ઘટનાઓ બની છે.  ઉલ્લેખનીય છે કે પોકસોના કેસોમાં આરોપીઓને સજાનું પ્રમાણ પણ નહિવત્ છે. (૨૫.૫)

ગુજરાતમાં માર્ચ ૨૦૨૦ સુધીના એક વર્ષમાં ૬૫ કસ્ટોડિયલ ડેથ

ગુજરાતમાં પહેલી એપ્રિલ ૨૦૧૯થી ૩૧મી માર્ચ ૨૦૨૦ના એક વર્ષના અરસામાં કસ્ટોડિયલ ડેથની કુલ ૬૫ ઘટનાઓ બની છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસેથી આ સત્ત્।ાવાર માહિતી મંગળવારે સામે આવી છે. ગુજરાતમાં જે કુલ ૬૫ ઘટના બની છે તેમાં પોલીસ કસ્ટડીમાં ૧૨નાં મોત થયા છે તો જયુડિશિયલ કસ્ટડી હેઠળ ૫૩ના મોત થયાં છે. દેશમાં કુલ પોલીસ કસ્ટડીમાં ૧૧૩ અને જયુડિશિયલ કસ્ટડીમાં ૧,૫૮૪ મૃત્યુ થયા છે. આમ દેશમાં કસ્ટોડિયલ ડેથની કુલ ૧,૬૯૭ ઘટના બની છે. દેશમાં ૧૧૨ના એન્કાઉન્ટર થયા છે, ગુજરાતમાં એક પણ ઘટના બની નથી.

 

(11:24 am IST)
  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • ર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST