Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

લૂંટ કરોડોની હોય કે પછી સામાન્ય રકમની ગુન્હેગારોને શોધવામાં કોઇ કચાશ રખાતી નથી : જે.આર.મોથલીયા

ડ્રગ્સ- હથિયારો- ઘૂસણખોરી વિગેરે માટે સ્ટેટ આઇબી- સેન્ટ્રલ આઇબી અને બીએસએફ સાથે સંકલન સાધી રણનીતિ ઘડી છે : બોર્ડર વડા સાથે અકિલાની વાતચીત : પોલીસની ભૂમિકાના પુરાવાઓ મળશે તો આકરી કાર્યવાહી : બનાસકાંઠા એસપી તરૂણ દુગ્ગલ ટીમ દ્વારા પાક ધિરાણની રકમ તથા બે બાઇક ચોરીમાં જે રીતે કાર્યવાહી કરી તેનાથી સામાન્ય માનવી પણ ખુશખુશાલ બન્યા છે

રાજકોટ, તા., ૧૬: મુંદ્રા સૌરાષ્ટ્ર સીએફએસથી મુંબઇથી જતી ટ્રકમાંથી ૧.૪૪ કરોડના પિસ્તાની ચકચારી લૂંટ હોય કે પછી બનાસકાંઠા પંથકમાં પાક ધિરાણની રકમ કે બાઇકની લૂંટ હોય અમારા એસપીઓથી લઇ સમગ્ર ટીમ તમામ બાબતો ગંભીરતાથી લઇ કોઇ પણ હિસાબે આવો ભેદ ઉકલી જાય તે માટે આકાશ-પાતાળ એક કરે છે. તેઓએ જણાવેલ કે કોઇ ગુન્હાહીત કૃત્ય કે લૂંટ જેવા મામલામાં પોલીસની સંડોવણી પુરવાર થશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ કચ્છ-પાટણ અને બનાસકાંઠાની સરહદી રેન્જના રેન્જ વડા આઇજીપી જે.આર.મોથલીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ.

રેન્જ વડા પુર્વ કચ્છ પોલીસ દ્વારા તેઓના માર્ગદર્શન હેઠળ એસપી મયુર પાટીલ, નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વાઘેલાની રાહબરી હેઠળ ૧,૪૪,૩૭,૩૩૬ના પિસ્તા ચોરીનો ટેકનીકલ સર્વેલન્સથી ભેદ ઉકેલવા સાથે અંજાર પોલીસની સંડોવણી સંદર્ભે જણાવ્યું હતું.

અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં તેઓએ જણાવેલ કે બનાસકાંઠા વિસ્તારમાં  પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા ડીવાયએસપી કે.આર.ઓઝા તથા પીઆઇ જે.બી.ચૌધરી ટીમ દ્વારા બેંક ઓફ બરોડામાંથી પાક ધિરાણની થરાદ ગામેથી ર,૩૮,૦૦૦ લઇને બહાર નિકળ્યા ત્યારે પેટ્રોલ પંપથી થોેડે દુર એક શખ્સે પીકઅપ વાહન ઉભુ રખાવી છરીની અણીએ લૂંટ કરેલી.

ઉકત ઘટના બાદ પોલીસે નાકાબંધી કરવા સાથે એસઓજી એલસીબી સંયુકતની ટીમો કામે લગાડી મધ્યપ્રદેશના મોનુ સીસોદીયાને કોરોના પરીક્ષણની કાર્યવાહી કર્યા બાદ અટકની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

બોર્ડર વડા જે.આર.મોથલીયાએ વિશેષમાં એવું પણ જણાવેલ કે બનાસકાંઠાના થરાદમાંથી ૨૦ દિવસ પહેલા બે બાઇક ગૂમ થયેલા, સામાન્ય લોકો માટે બાઇક ચોરાઇ જાય ત્યારે તેના પરીવારને ખુબ જ તકલીફ પડતી હોય છે એ બાબત ધ્યાને રાખી એસપી તરૂણ દુગ્ગલ સાથે ચર્ચા કરી ચોરીઓ અંગે ખાસ ડ્રાઇવ યોજી ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક કે.આર. ઓઝા તથા જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાઇકનો પત્તો લગાડી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા આમ ચોરીઓ કે લૂંટ કરોડોની હોય કે સામાન્ય અમારી રેન્જમાં સરખુ જ મહત્વ અપાય છે.

ડ્રગ્સ, હથીયારો, નાપાક તત્વોની ઘુસણખોરી કે સ્લીપર સેલ આ બાબતોની પ્રાથમીકતા આપવામાં આવી છે. સ્ટેટ આઇબી, સેન્ટ્રલ આઇબી અને બીએસએફ સાથે સંકલન સાધવામાં આવ્યું છે સરહદી વિસ્તાર તથા દરીયા કાંઠા વિસ્તાર નજીક રહેતા લોકોને જાગૃત કરી પોલીસના અગત્યના નંબરો અપાયા છે. શકમંદ તત્વો હિલચાલ સમયે તુર્ત જ માહીતી મળે તે માટે ચોકકસ પ્રકારની રણનીતી તૈયાર કરી છે તેમ બોર્ડર વડાએ વાતચીતના અંતે જણાવ્યું હતું.

(12:19 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST