Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મણિકર્ણીકા સાડી બનાવીઃ દેશભરમાંથી ર૦ હજાર ઓર્ડર મળ્યા

સુરતના ૩ કપડા વેપારીઓએ કંગનાના સમર્થનમાં : ૧ થી ૩ હજારની કિંમતઃ હવે ડ્રેસ બનાવવા તૈયારી કરી

સુરત તા. ૧૬: બજારમાં ગરમ મુદ્દા ઉપરની કોઇપણ વસ્તુ જલ્દીથી વેંચાઇ જતી હોય છે આવું જ સુરતમાં જોવા મળ્યું હતું. હાલમાં ચાલી રહેલ કંગના અને શીવસેના વચ્ચેના વિવાદમાં સુરતના ત્રણ કપડાના વેપારીઓએ કંગનાના સમર્થનમાં ડીઝીટલ પ્રીન્ટની સાડી બનાવી છે. માત્ર ૪ દિવસમાં જ ત્રણેય વેપારીઓને સાડીના અનેક ઓર્ડર મળ્યા છે. હવે તેઓ ડ્રેસ ઉપર પણ પ્રિન્ટીંગ કરવાના છે.

સુરતના ત્રણેય વેપારીઓએ કંગનાને પોતાના વ્યાપાર દ્વારા સમર્થન આપવા મણિકર્ણીકા સાડી ૧૦ ફેબ્રીકસમાં તૈયાર કરી સોશ્યલ મિડીયા દ્વારા વેંચાણમાં મુકતા દેશભરમાંથી ર૦ હજાર સાડીના ઓર્ડર આવી ગયાનું સાડી બનાવનાર રજીત ડાવરે જણાવેલ. આ સાડીની કિંમત ૧ થી ૩ હજાર સુધી છે.

(2:46 pm IST)