Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા નજીક પસાર થતી કારમાંથી પોલીસે બાતમીના આધારે 1.50 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપી યુવકની ધરપકડ કરી

અરવલ્લી:જિલ્લાના વડામથક મોડાસા નજીકથી પસાર થતી એક વાદળી કલરની દિલ્હી પાસીંગ વેગનઆર કારમાંથી રાજય નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરો ટીમે રૂ.૧.૫૦ કરોડની કિંમતનો ૧૬ કીલો ચરસનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડયો હતો.એનસીબી આ જથ્થા સાથે એક કાશ્મીરી યુવકને ઝડપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.પરંતુ આરોપીને મોડાસા રેસ્ટ હાઉસમાં લઈ જવાયા બાદ કલાકો સુધી એનસીબી ટીમે રહસ્યમઈ રીતે કંઈપણ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

રાજયમાં નારકોટીક્સ બ્યુરોની કામગીરી સામે જ સવાલો સર્જાય તેટલા પ્રમાણમાં રાજયમાં ડ્રગ્સનો જથ્થો ડ્રગ પેડલર દ્વારા ઘુસાડાય છે.તાજેતરમાં મુંબઈ થી અમદાવાદ લઈ જવાતો રૂ.૧ કરોડની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો વડોદરા એક્સપ્રેસ હાઈવે ના ટોલપ્લાઝા નજીકથી ઝડપી પડાયો હતો.આ બનાવના ગણતરીના દિવસોમાં જ મોડાસા નજીકથી રૂ.૧.૫૦ કરોડની કિંમતનો અંદાજે ૧૬ કીલો ચરસ નો જથ્થો ઝડપાયો હતો. સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હોય એમ આ ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો રાજય નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા મોડાસા નજીક ખાનગી કારમાં ર્વાચ ગોઠવી ઝડપી પડાયો હતો.આ જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલ એક કાશ્મીરી યુવકને ટીમે ઝડપી પાડયો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.પરંતુ ઝડપાયેલ આરોપી અને ચરસનો જથ્થો મોડાસા ખાતે રેસ્ટ હાઉસમાં લઈ જવાયા બાદ છાપો મારનાર એનસીબી ટીમે આ બનાવમાં વધુ કંઈ પણ માહિતી આપવાની ધરાર ના પાડી રહસ્ય સર્જયું હતું.

 

(5:06 pm IST)