Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મોડાસા: શામળાજી નજીક પુરપાટ ઝડપે જતા ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા યુવકનું ટાયર નીચે દટાઈ જતા મૃત્યુ

મોડાસા:શામળાજી બસ સ્ટેશન પાસે ટ્રક ચાલકે બેફીકરાઈથી ચલાવી બાઈક સવાર પર ટ્રક ફરી વળતાં યુવક ટાયર નીચે દટાઈ જતાં મોત નીપજયું હતું.જયારે અન્ય એક ઈસમને ઈજાઓ પહોંચી હતી.અકસ્માત થતાં હાઈવે રોડ ઉપર ટ્રાફિકજામના દ્દશ્યો સર્જાયા હતા.

આમ ટ્રક અને બાઈકના અકસ્માતમાં ટાયર નીચે દટાઈ ગયેલા યુવકને ક્રેનની મદદથી બહાર કાઢયો હતો.પરંતુ યુવકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.જયારે ટ્રક ચાલક ટ્રક મૂકી સ્થળ ઉપર થી ભાગી છુટયો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજી નેશનલ હાઈવે રોડ ઉપર શામળાજી બસ સ્ટેશન પાસે ટ્રક ટ્રેલરના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.જેથી બાઈક પાછળ બેસેલ દક્ષકુમાર શંકશભાઈ પારઘી ને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.જયારે વિવેકભાઈ ને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.અકસમાત થતાં ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા.અને ટ્રકના ટાયર નીચે દટાઈ ગયેલા યુવકને મહા મુસીબતે બહાર કાઢયો હતો.

(5:07 pm IST)
  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST