Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

દેડીયાપાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી થયેલ મોટર સાથે આરોપીઓને દબોચી લીધા.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ તથા ના.પો. અધિ.રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.એ.આર. ડામોર તથા પો.સ.ઇ. આઇ.આર. દેસાઇના સીધા સુપરવિઝન હેઠળ મોસીટ ગામેથી ફરીયાદી સોમાભાઇ ભાયલાલ વસાવાની જમીનમાંથી સોલારથી ચાલતી મોટર તા.૧૧ ઓક્ટોમ્બરે કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરીયાદ દેડીયાપાડા પો.સ્ટે. ખાતે રજીસ્ટર થતા આરોપીઓને શોધી કાઢવા ખાનગી બાતમીદારો રોકી તપાસ કરતા હતા

  દરમ્યાન પો.સ.ઇ. એ.આર.ડામોરને ખાનગી બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ મોટર મોસીટ ગામના ઉમેશભાઇ ધનજીભાઇ વસાવા, જગદીશભાઇ મંગાભાઇ વસાવા અને સંજયભાઇ વિઠ્ઠલ ભાઈ વસાવા ત્રણેય ( રહે.મોસીટ તા.દેડીયાપાડા,નર્મદા ) એ ચોરી કરી લઈ જઇ એક ખેતરમાં જંગલ વિસ્તારમા સંતાડેલ હોવાની બાતમી મળતા બાતમીના આધારે આ ચોરોના ઘરે જઈ તપાસ કરતા જગદીશ અને સંજય  ઘરે મળતા તેમને પો.સ્ટે.લાવી પુછપરછ કરતા ત્રણેય આરોપી એ આ મોટરની ચોરી કરી મોસીટ ગામના ખેતરના શેઢા ઉપર સંતાડી રાખેલ હોવાની કબુલાત કરતા પકડાયેલ આરોપીઓને સાથે રાખી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી મોટર મળી આવતા મુદ્દા માલ સાથે આ બે આરોપીઓને દેડીયાપાડા પો.સ્ટે.લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી વોન્ટેડ આરોપી ઉમેશભાઇ ધનજીભાઇ વસાવા (રહે.મોસીટ ) ને આ ગુનામાં પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:53 pm IST)