Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમે ૮ માંથી ૧ બેઠક હારીશું :હાર્દિક પટેલ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું મોટું નિવેદન

ગાંધીનગર,તા. ૧૬: ગુજરાતમાં ૮ વિધાનસભાની પેટાચૂંટણીને લઇને હાલ ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું વિધાનસભાની પેટાચૂંટણીને લઇને મોટું નિવેદન સામે આવ્યું છે.

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસની ૧ બેઠક પર હારનો સ્વીકાર કર્યો છે. આ સાથે હાર્દિક પટેલે કોંગ્રેસની ૭ બેઠક પર જીતનો દાવો કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ ૮માંથી એક બેઠક જીતી નહીં શકે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કિશોર ચીખલીયાના આક્ષેપ પર જવાબ આપતા જણાવેલ કે ખોટા આક્ષેપ કરનાર સામે કાયદાકીય લડાઇ લડીશું.

(3:59 pm IST)