Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વડોદરામાં મ્યુન્સીપીલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ સહીત 19 અતિથિગૃહોદ્વારા અપાતી વાસણની સેવા કોર્પોરેશન દ્વારા બંધ કરવાનો વિચાર

વડોદરા: મ્યુનિસિપિલ કોર્પોરેશનના કોમ્યુનિટિ હોલ સહિત ૧૯ અતિથિગૃહો છે. અતિથિગૃહો દ્વારા સામાજિક અને લગ્ન પ્રસંગોએ રસોઇ અને જમણવાર માટે વાસણો આપવામાં આવે છે. હાલ બદલાતા સમયમાં કેટરરર્સ અને ફરાસખા નો ઉપયોગ વધતા વાસણો આપવાની સુવિધા હવે કોર્પોરેશન બંધ કરવાનું વિચારે છે.

વડોદરા કોર્પોરેશનના ટુરિસ્ટ વિભાગ સંચાલિત અતિથિગૃહો અને કોમ્યુનિટિ હોલ ખાતે યોજાતા પ્રસંગો માટે અગાઉના વર્ષોમાં જે તે અતિથિગૃહો અને કોમ્યુનિટિ, હોલની કેપેસીટી તથા જરૃરીયાત મુજબ રસોઇના, પિરસવાના તથા જમવા માટેના જરૃરી તાંબા પિત્તલ, સ્ટીલ તથા ગેલ્વેનાઇઝ વાસણોની ખરીદી કરવામાં આવેલી હતી. પ્રસંગમાં વાસણ ખોવાય તો તેની નિયત કરેલા ખર્ચની રકમ પેટે અરજદારની ડીપોઝિટમાંથી રૃપિયા કાપી લેવાય છે. વર્ષોથી તમામ અતિથિગૃહો ખાતે વાસણ ખોવાઇ જવાને કારણે જે ઘટ પડેલી છે, તેના બદલામાં નવા વાસણોની ખરીદી છેલ્લા ઘણાં સમયથી કરવામાં આવેલી નથી. નવા બંધાયેલ દિવાળીપુરા તતા ખોડીયારનગર હોલ ખાતે પણ વાસણોની ખરીદી કરવામાં આવેલી નથી.

(5:11 pm IST)