Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ગભાણા ગામના બ્રીજ પાસે મો.સા.ને કારે અડફેટે લેતા મો.સા.ચાલકને ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત

ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામના બ્રીજ પાસે એક પુરપાટ આવતી કારે મો.સા.ને અડફ્ટમાં લેતા મો.સા.ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ભુપેન્દ્રભાઇ હિમ્મતભાઇ તડવી(રહે.ખડગદા નવી વસાહત, તા.ગરુડેશ્વર)  ની ફરિયાદ અનુસાર તેમના પિતા હિમ્મતભાઇ નારણભાઇ તડવી કેવડીયાથી પરત ઘરે જતા હતા તે વખતે અર્ટીગા ગાડી નંબર જીજે.૨૩ - બીડી -૯૩૮૫ ના ચાલકે  ગાડી પુરઝડપે હંકારી હિમ્મતભાઇની મો.સા.ને અડફેટમાં લઇ રોડ ઉપર પાડી દઇ ગંભીર ઇજાઓ કરી કાર ચાલક નાસી જઇ ઇજા પામનારનું હિમ્મતભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા કેવડીયા ટ્રાફિક પોલીસે અર્ટીગાના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:09 pm IST)