Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ચિખલીના સિયાદા ગામમાં બર્ડ ફલૂએ દેખા દીધા : ૪ મૃત કાગડાના RT-PCR ટેસ્ટ પોઝિટીવ

નવસારી : ચિખલી તાલુકાના સિયાદા ગામમાં ચાર દિવસ પહેલાં મૃત હાલતમાં ત્રણેય કાગડાઓનાં RT-PCR ટેસ્ટ શનિવારે પોઝિટિવ આવતા નવસારી જિલ્લામાં વધુ એક સ્થળ બર્ડ ફ્લૂની ચપેટમાં આવ્યો છે. અગાઉ ડાંગના વઘાઈમાં પણ મૃત મળેલા પક્ષીઓમાં બર્ડ ફ્લૂ વાઇરસ હોવાની પુષ્ટિ થતા ગુજરાતના સાત જિલ્લામાં આ ચેપ પ્રસર્યો હોવાનું સરકારે જાહેર કર્યું છે…તેનો ફેલાવો અટકાવવા આ સાતેય જિલ્લાના કલેક્ટરોએ ૧૨ સ્થળે એક કિલોમીટરની ત્રિજ્યામાં નાગરિકોના આવાગમન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે…પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ ભોપાલ ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબલેબમાં ગુજરાતના ૧૦ જિલ્લામાંથી શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા ૪૦થી વધુ પક્ષીઓનાં RT-PCR ટેસ્ટના રિપોર્ટ પેન્ડિંગ છે. જે સોમવાર સુધીમાં આવી જશે.

(12:06 pm IST)