Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વડોદરા નજીક રણોલીમાં ચાર સંતાનના પિતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા નજીક રણોલી ખાતે લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે પત્ની અને ચાર સંતાનો ધરાવતા અને રેલવમાં નોકરી કરતા  યુવાને એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી રણોલી રેલવે સ્ટેશનની રૃમમાં જ તે વારંવાર બળાત્કાર ગુજારતો હતો તેમજ યુવતીના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરતા આખરે યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવાનને ઝડપી પાડયો છે.

આ અંગેની વિગત એવી છે કે આણંદ જિલ્લામાં રહેતી હિન્દુ યુવતીના પિતાનું મૃત્યુ થયું હોવાથી કુટુંબને મદદરૃપ થવા માટે તે રણોલીમાં આવેલી એક કંપનીના  દવા પેકિંગ ખાતામાં  નોકરી કરતી હતી. પોતાના ઘેરથી ૨૧ વર્ષની યુવતી રોજ કંપનીમાં નોકરી માટે ટ્રેનમાં અપડાઉન કરે છે. ૧૦ માસ પહેલા નોકરી પરથી છૂટી રણોલી રેલવે સ્ટેશન પર ટ્રેન આવે તેની રાહ જોતી હતી ત્યારે એક યુવાન નજીક આવીને ઉભો રહેતા ટ્રેન કેમ લેટ થાય છે ેતેમ પૂછતા યુવાને ટ્રેને આવવાની તૈયારી છે તેમ કહી યુવતી સાથે ઓળખાણ કેળવી હતી. તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ વિજયના ઘેર તેના સંબંધોની જાણ થતા તેની માતા અને પત્નીએ રેલવે ક્વાટર્સમાં યુવતીને બોલાવી જણાવેલ કે વિજયને બે પત્ની છે અને બંને પત્નીને બે-બે સંતાનો છ,ે તું તેની સાથે સંબંધ ના રાખતી. આ વખતે યુવતીએ વિજયે જ ખોટું બોલીને મને ફસાવી છે તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ પોતાના ઘેર જઈને  વિજય સાથેના તેના સંબંધોની જાણ  માતા અને  બહેનને કરતા તેઓ વિજયના ઘેર જઇ નગ્ન ફોટા મોબાઇલમાંથી ડિલિટ કરી દેવાનું કહેતા વિજયે ફોટા ડિલિટ કરવા તૈયારી બતાવી હતી. જો કે બે દિવસ પહેલા તા.૧૨ના રોજ ફરી રેલવે સ્ટેશન પર વિજયે યુવતીને ઇશારો કરી બોલાવવાનો પ્રયત્ન કરતા યુવતીએ ના પાડી દીધી હતી. આ વખતે વિજયે ફોટા વાઇરલ કરવાની ફરી ધમકી આપતા આખરે હિંમત કરીને યુવતીએ વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે રેલવેના ડિવાયએસપીએ વિજયની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

(5:03 pm IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST