Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

આણંદ જીલ્લાના ધર્મજમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવા નિર્ણય

ગામમાં કોરોનાના 25 કેસ આવતા રહીશો ઘ્વારા સ્વયંભૂ બંધને સમર્થન

આણંદ જીલ્લાના ધર્મજમાં અત્યાર સુધી 25 જેટલા પોઝિટિવ દર્દીઓ મળી આવતા લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મજના રહીશો ઘ્વારા સ્વયંભૂ બંધને સમર્થન કરવામાં આવી રહ્યું છે. શાકભાજી, દૂધ દહીં અને કરીયાણા ની દુકાનો 9 થી 12 ખોલી શકાશે.  બેન્ક નિયમ અનુસાર ખુલ્લી રાખી શકાશે

જીવન જરૂયાતની ચીજવસ્તુઓ માટે દુકાનદારોના કોવિડ ટેસ્ટ કર્યા બાદ વ્યાપાર કરવાની છૂટ આપવામાં આવી છે. ગત રોજ થી 15 દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવામાં આવશે. ધર્મજ ગામ પંચાયત દ્વારા કોરોના સામે લડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:08 pm IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST