Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

તાપી જિલ્લામાં કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા : 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

બારડોલી: તાપી જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે આજે જિલ્લામાં 16 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલ એક્ટિવ કેસ 95 છે જ્યારે 12 વ્યક્તિઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.

 તાપી જિલ્લામાં આજરોજ પેલાડ બુહારીમાં 70 વર્ષીય વૃદ્ધ, વ્યારાના સરિતા નગરમાં 32 વર્ષીય યુવાન કણબીવાડ, કાનપુરા-વ્યારામાં 72 વર્ષીય વૃદ્ધા, વ્યારાના કાનપુરામાં 86 વર્ષીય વૃદ્ધ, વ્યારા સુરભી ટાવરમાં 37 વર્ષીય યુવાન, વ્યારા સુરજી એસ્ટેટમાં 59 વર્ષીય પુરુષ, સોનગઢના નવાગામ જમાદાર ફળિયામાં 36 વર્ષીય યુવાન, પીપળકૂવા દાદરી ફળિયામાં 42 વર્ષીય યુવાન, દોણના દાદરી ફળિયામાં 6 વર્ષીય બાળક, અને 20 વર્ષીય યુવાન, ઉકાઈ ભૂરીવેલ વર્કશોપમાં 28 વર્ષીય યુવાન, ઝાડપાટી નિશાળ ફળિયામાં 19 વર્ષીય યુવાન, જામખડી ગામે દાદરી ફળિયામાં 35 વર્ષીય યુવાન, બાબરઘાટમાં 24 વર્ષીય મહિલા, અંબાચ ગામે બાવરી ફળિયામાં 25 વર્ષીય મહિલા, ચાંપાવાડી બંગલી ફળિયામાં 29 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે.

(6:31 pm IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST