Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભરૂચના આમોદના મામલતદાર અને નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના સકંજામા

રેડની ગંધ આવી જતા મામલતદાર ભાગી ગયા : ઝડપી લેવા ચક્રો ગતિમાન

ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારે ફરિયાદી ના કામ પતાવવા માટે રૂપિયા ૧૦ હજાર ની લાંચ ની માંગણી કરતા ફરિયાદીએ એસીબી માં ફરીયાદ કરતા એસીબી ની ટીમે છટકું ગોઠવી લાંચીયા મામલતદાર અને નાયબ મામલતદારને ઝડપી પાડવામાં આવતા મામલતદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા.  જયારે નાયબ મામલતદાર એસીબી ના સકંજામા આવી ગયા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા પંથક ની મામલતદાર કચેરીમાં ફરિયાદી કમલેશ બાંડીએ પોતાનું કામ કરાવા માટે ગયા હતા.તે દરમ્યાન કામ ની પતાવટ સામે મામલતદાર અને નાયબ મામલતદારે વહીવટીની વાત કરી હતી અને ૧૦ હજાર રૂપિયા આપવાનું નક્કી થતા જ ફરિયાદી એ વડોદરા એસીબી માં ફરીયાદ કરતા એસીબી ની ટીમે લાંચીયા અધિકારીઓ ને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું.

ફરિયાદી લાંચ ની રકમ આપવા જતા નાયબ મામલતદાર ચિરાગ ડોડીયા ઝડપાઈ ગયા હતા.જયારે એસીબીની રેડ હોવાની ગંધ મામલતદાર ડૉ.જે ડી પટેલ ને થતા તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે એસીબીની ટીમે ફરાર મામલતદારની ઘરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે ઝડપાયેલા નાયબ મામલતદાર ની કડક પૂછપરછ કરી રિમાન્ડ ની તજવીજ હાથધરી છે.
મામલતદાર કચેરી માં ઉચ્ચઅધિકારીઓ જ લાંચના પ્રકરણ માં આરોપી બની જતા અન્ય કર્મચારીઓમાં પણ કુતુહલ સર્જાયુ હતું.એસીબી ની રેડ ના પગલે કચેરી માં ફફડાટ મચી જવા પામ્યો હતો. 

(10:05 pm IST)
  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST