Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોના કાળમાં રેલી સહિતના ક્રાયક્રમ યોજવા બદલ રાજકીયપક્ષોની હાઇકોર્ટે ઝાટકણી કાઢી

હાઇકોર્ટની ટીપ્પણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નાના કાર્યક્રમ યોજાશે: આઈ.કે.જાડેજા

અમદાવાદ : કોરોના વાઈરસના સંક્રમણ કાળમાં દુનિયા સહિત દેશભરમાં લાખો લોકો સંક્રમિત થયા છે અને હજારો લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ ભારતના રાજકીય પક્ષોને કોરોના સાથે કોઈ લેવાદેવા ના હોય તેમ બેજવાબદારીપૂર્વકનું વલણ દાખવતા કોરોના કાળમાં પણ રેલીઓ અને પ્રદર્શનો યોજીને કેન્દ્ર સરકારની તેમજ આરોગ્ય સંસ્થાઓની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા કોરોનાનો વ્યાપ વધ્યો છે અને કોમ્યુનિટી ટ્રાન્સફર ભારતમાં શરૂ થઈ ચૂક્યું છે. રાજકીય પક્ષના નેતાઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે

કોરોના કાળમાં રાજકીય પક્ષોના આ બેજવાબદારી ભર્યા વર્તન બદલ ગુજરાત હાઇકોર્ટે બુધવારના રોજ રાજકીય પક્ષોની ઝાટકણી કાઢી છે. તે મુદ્દે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટની ટીપ્પણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નાના કાર્યક્રમ યોજાશે અને કોરોનાની ગાઈડલાઈનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત વધુમાં વધુ વર્ચ્યુઅલ રેલી યોજવામાં આવશે

 

Attachments area

(12:24 am IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST