Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરત મનપાએ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાન શરુ કર્યું : 5 દિવસમાં 43 પોઝિટિવ કેસ મળ્યા

પાનના ગલ્લા ચા વાળના 855 ટેસ્ટિંગમાં 7 કેસ અને સલૂનમાં 650 તેસિંગમાં 1 કેસ પોઝિટિવ

સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના કાબૂમાં કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મનપાએ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત છેલ્લા 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે. પાનના ગલ્લા અને ચા વાળાના 855 ટેસ્ટિંગ કરાયા, જેમાં 7 પોઝિટિવ મળી આવ્યા હતા. સલૂનમાં 650 ટેસ્ટ કરાયા જેમાં 1 પોઝિટિવ નોંધાયો છે. ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ કરાયા, જેમાં 8 પોઝિટિવ મળ્યા હતા.

(10:34 am IST)
  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST