Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરતના રેલ્વે સ્ટેશન નજીક ગરનાળાની લોખંડની ગડર તૂટી; યુવકને ગંભીર ઈજા: બે લોકોનો બચાવ

વરાછા ગરનાળાની ભારે વજનવાહક લોખંડનો ગડર તૂટી પડતાં નાસભાગ

સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા વરાછા ગરનાળાની લોખંડની ગડર તૂટી પડતાં અફરાતફરી મચી ગઇ હતી. ગડર તૂટી પડવાના કારણે મોચીકામ કરી રહેલા યુવકના પગમાં ઇજા થતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે 108 ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગરનાળામાંથી પસાર થઈ રહેલા મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. વરાછા ગરનાળાની ભારે વજનવાહક લોખંડનો ગડર તૂટી પડતાં નાસભાગ મચી જવા પામી હતી આ ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા યુવકે રેલવે તંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા હતા.

  આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર, રેલવે આરપીએફના જવાનો સહિત મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરાછા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાંથી ભારે ફોર વ્હીલ આઇસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ટેમ્પોનો ઉપરનો ભાગ લોખંડના ગડરને અડી જતા આ ઘટના બની હતી. જે ઘટનામાં મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે યુવકોએ રેલવે વિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા ગરનાળામાંથી ગડરને ક્રેનની મદદથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(12:13 pm IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST