Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી યુવતી સાથે સગાઇ કરી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીની સગાઈ પાદરા ખાતે રહેતા યુવક સાથે થયા બાદ તેણે રોકડા રૂપિયા 86 હજાર તથા સોના દાગીના પડાવી ફરવાના બહાને અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ મકરપુરા પોલીસ મથકે નોંધાયો હતો. 

ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આ અંગે બળાત્કાર, છેતરપિંડી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ પાદરાની રહેવાસી અને હાલ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વર્ષ 2017 દરમિયાન પાદરા ખાતે રહેતા પરિમલ પરમાર સાથે યુવતીને પ્રેમ સંબંધ પાંગર્યો હતો.

સગાઈ અગાઉ પરિમલ એ આપણી સગાઇ નક્કી જ છે અને લગ્ન પણ થવાના છે તેવા દિલાસા આપી યુવતીને વિશ્વાસમાં લીધા બાદ કારવણ ખાતે આવેલ પ્રવાસી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. 

(5:09 pm IST)