Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સાબરકાંઠા જિલ્લામાં ચિઠોડા પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 12 રીક્ષા ચાલકોને ઝડપી પાડયા

સાબરકાંઠા:જિલ્લામાં વિજયનગર તાલુકામાં ચિઠોડા પોલીસે સપાટો બોલાવી  ચિઠોડા ત્રણ રસ્તા પાસેથી એક જ દિવસમાં જાહેરનામાનો ભંગ કરનાર જુદા જુદા. વિસ્તારના ૧૨ રીક્ષા  ચાલકોને ઝડપી લીધા હતા અને આ તમામ રીક્ષા ચાલકો સામે જાહેરનામા ભંગના અલગ અલગ ગુના નોંધીને  ચિઠોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચિઠોડા પો.સ.ઇ. એ.વી.જોશી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ હાલ  હાલત કોરોના મહામારીનો લઈને જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોઈ તેના અમલીકરણ અને ગાઈડલાઈનના પાલન કરાવાના અનુસંધાને પેટ્રોલિંગ તેમજ વાહનચેકીંગમાં હતા તે દરમિયાન એક જ દિવસમાં જાહેરનામા ભંગ કરનાર જુદા જુદા વિસ્તારના રહીશ ૧૨ રીક્ષાચાલકોને ઝડપી લીધા હતા. મોટેભાગે ચિઠોડા ત્રણ રસ્તા પાસે વાહનચેકીંગ દરમિયાન ૧૨ જેટલા રીક્ષા  ચાલકોને પોતાની રીક્ષામાં હાલ કોરોના મહામારીના સમયમાં માત્ર બે જ પ્રવાસીઓ બેસાડવા પરવાનગી હોવા  છતાં ૧૨ રીક્ષાઓ પૈકી ૯ રીક્ષા ચાલકોએ સંક્રમણ વધે તે રીતે પોતાની રિક્ષામાં દરેકે ૬ પેસેન્જરો બેસાડયા હતા જ્યારે ત્રણ રિક્ષા  ચાલકોએ દરેકે પાંચ પ્રવાસીઓ બેસાડયા હતા.

(5:13 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST