Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અમદાવાદના જમાલપુર નજીક રિક્ષામાં માંસનો જથ્થો લઈને જઈ રહેલ શખ્સને પોલીસે ઝડપી 98 હજારનો જથ્થો જપ્ત કર્યો

અમદાવાદ: જમાલપુર શાક માર્કેટ પાસે લોડીંગ રિક્ષામાં માંસનો જથ્થો ભરીને જઈ રહેલા શખ્સની ગાયકવાડ હવેલી પોલીસે અટક કરી હતી. આરોપી પાસેથી પોલીસે ૩૬૦ કિલોગ્રામ માંસના જથ્થા સાથે રૃ.૯૮,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરીને બે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગાયકવાડ હવેલી પોલીસને માહિતી મળી હતી કે લોડીંગ રિક્ષામાં ગેરકાયદે પશુ માંસનો જથ્થ લઈને કોઈ શખ્સ બહેરામપુરાથી જમાલપુર તરફ આવવાનો છે. જેને આધારે પોલીસે જમાલપુર શાક માર્કેટ પાસે જાળ બિછાવીને લોડીંગ રિક્ષા અટકાવી હતી. તપાસ કરતા અંદરથી રૃ.૫૭,૬૦૦ ની કિંમતનો ૩૬૦ કિલોગ્રામ પશુ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સંદર્ભે બહેરામપુરામાં રહેતા અકરમ એસ.કુરેશી(૩૪)ની અટક કરી હતી.

(5:20 pm IST)