Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સુરતના સૈયદપુરામાં ઓફિસ ધરાવતા યુવાન બિલ્ડરને આપઘાત કરવા પ્રેરવા બદલ પોલીસે એકની ધરપકડ કરી

સુરત: શહેરના સૈયદપુરામાં ઓફિસ ધરાવતા રાણીતળાવના બિલ્ડરે ત્રણ માથાભારે તત્ત્વોએ 30 થી 40 ખોટા પત્રકારોને ઉભા કરી તેમના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવી પૈસાની માંગણીથી ત્રાસી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લાલગેટ પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાણીતળાવ ખાટકીવાડ મોહમંદ મુસ્તુફા પેલેસમાં ખાતે રહેતા યુવાન બિલ્ડર મોહંમદ આરીફ સાબીર કુરેશીએ વર્ષ 2018 માં મહાનગરપાલિકામાંથી મંજુરી મેળવી સૈયદપુરા તુરાવા મહોલ્લામાં છ માળની બિલ્ડિંગનું બાંધકામ શરુ કયું હતું. 

જોકે, સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે મનહર કોમ્પ્લેક્ષમાં રહેતા સૈયદ સજાઉદ્દીન ઉર્ફે સજજુબાપુ, ગોપીપુરા લાકડાની વખારમાં રહેતા બાપ્ટી દાદાના છોકરા આસીફ બાપ્ટી અને નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા અનસ સફી રંગરેજ ઉર્ફે અનસ મીંડીએ 30 થી 40 ખોટા પત્રકારોને ઉભા કરી તેમના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવી રૂ.45 લાખની માંગણી કરી હતી. આરીફભાઇએ તેમને પૈસા નહીં આપતા તેઓ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.

(5:21 pm IST)