Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે નજીક ડ્રાઈવરની બેદરકારીના કારણોસર ટ્રક પલ્ટી ખાતા ગોઝારો અકસ્માત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રક્સ વે પર ગત રાત્રી દરમ્યાન એક ડમ્પર પલટી ગયું હતુ. ડ્રાઇવરની બેદરકારીને કારણે સર્જાયેલ અકસ્માતમાં ખુદ ડ્રાઇવર ટ્રકની કેબીનમાં ફસાઇ ગયો હતો. જેન ેબચાવવા માટે નડિયાદથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

 

અમદાવાદ બરોડા એક્સપ્રેક્સ વે પર ફતેપુરા ગામની સીમમાં ગત રાત્રી દરમ્યાન હજીરાથી અંજાર તરફ જઇ રહેલ ૨૨ ટાયરની લોડીંગ ટ્રક નં. જીજે-૧૨, બીટી-૩૬૮૪ના ડ્રાઇવરને જોકુ આવી જતા ટ્રક એક્સપ્રેક્સ હાઇવેથી રેલીંગ તોડી સાઇડમાં નીચે ઉતરી ગઇ હતી. અને ઝાડ સાથે અથડાયા બાદ પલ્ટી મારી ગયું હતુ. જેના કારણે ડમ્પરનો ડ્રાઇવર પણ કેબીનમાં ફસાઇ ગયો હતો. ડ્રાઇવરની બૂમો સાંભળી આસપાસના ખેતરમાં રહેતા લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ડ્રાઇવરનો બચાવ કરવા માટે ઘટના સ્થળ પર પહોચી ગઇ હતી. કેબીનમાં ફસાયેલ ડ્રાઇવરના બંને પગ અંદર ફસાઇ ગયા હોવાથી ફાયર બ્રિગેડે કેબીનની બોડી કાપી એક કલાકની મહેનતે ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. જો કે સારી બાબત રહી કે ડ્રાઇવરને બહાર કાઢ્યા બાદ તપાસ કરતાં તેના પગના ભાગે પણ કોઈ ગંભીર ઈજાઓ થઈ નહોતી.

(3:37 pm IST)