Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વલસાડમાં તિથલના દરિયામાં ડૂબી રહેલી ગૌમાતાને ગૌસેવા દળના યુવાનોએ બચાવી

દોરડા અને લાકડાની મદદથી લગભગ એક કલાકની જહેમત બાદ ગૌમાતાને બચાવી

વલસાડ: અમાસના દિવસે તિથલના દરિયામાં ભરતીના મોજા ઉછળી રહ્યા હતા. તે દરમિયાન દરિયાકિનારે વિચરતા ઢોરો પૈકી એક ગૌમાતા દરિયાકિનારે નજીકમાં પહોંચી જતા ભરતીના મોજાની તપાસને પગલે દરિયામાં ડૂબકી જોવા મળી હતી. જોકે, આ ઘટનાને ગૌ સેવા દળના યુવાનોને ખબર પડતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને દોરડા અને લાકડાની મદદથી લગભગ એક કલાકની જહેમત બાદ ગૌમાતાને હેમખેમ બચાવી લેવામાં સફળ રહ્યા હતા.

  ગૌ સેવા દળના પ્રમુખ હેમંતભાઈ અને દિનેશભાઈ ટીમ તિથલ દરિયા કિનારે પહોંચીને ગૌમાતાને બચાવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે, ભરતીના દરિયાની સપાટી ખૂબ પ્રચંડ હોવાને કારણે સતત એક કલાક સુધી યુવાનોએ ગૌમાતાને બચાવવા માટે લાકડાં અને દોરડા વડે જ જોવાની ફરજ પડી હતી. તેમ છતાં પણ મનોબળ મજબૂત રાખીને ગૌમાતાને કોઈપણ રીતે બચાવી લેવા માટે તેઓએ કામગીરી હાથ ધરી અને અંતે તેઓ સફળ રહ્યા હતા.

(12:08 pm IST)