Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રવિવારથી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ :લો પ્રેસર સક્રિય : 21મી સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું

અમદાવાદ :  ગુજરાતમાં હજુ પણ વરસાદની માહોલ છવાયેલો જુવા મળી રહ્યો છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ગુજરાતમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદના અભાવના કારણે સિંચાઈથી લઈને જળાશયો માટે પાણીની અછત વરર્તાઈ રહી હતી જો કે સપ્ટેમ્બર મહિલા બાદ મેઘરાજામાં મન મુકીને વરસતા હાલ અનેક ચેડડેમમાં પાણીની સારી આવક થઈ છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં 21મી સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રવિવારથી 'ઓરેન્જ' એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ સપ્તાહે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જે હાલની સ્થિતિએ મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે.

(10:37 pm IST)